ગુજરાત
News of Sunday, 22nd September 2019

સુરતના વરાછામાં લાખના હીરાની ઉચાપાત કરનાર ડાયમંડ ઓફિસનાં મેનેજર અને ખરીદનારની ધરપકડ

હીરા માલિકે ઓફિસના સીસીટીવી ચેક કરતા મેનેજરનો ભાંડો ફૂટી ગયો

સુરતના વરાછામાં હીરાની ઉચાપત અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછામાં ડાયમંડ ઓફિસના મેનેજરે બાર લાખના હીરાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી

ડાયમંડ ઓફિસના માલિકે વતન જતા પહેલા મેનેજરને 200 કેરેટ વજનના હીરા સાચવવા આપ્યા હતા. હીરા માલિકે ઓફિસના સીસીટીવી ચેક કરતા મેનેજરનો ભાંડો ફૂટી ગયો હતો.

ઉચાપત કરેલા હીરા વરાછાના વેપારી જયરામ શીંગાળાને વેચી માર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વરાછા પોલીસે મેનેજર સહિત ચોરીના હીરાની ખરીદી કરનાર વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

(8:20 pm IST)