News of Saturday, 22nd September 2018
આગામી 24 કલાકમાં ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી :સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા પધરામણી કરશે
અમદાવાદ :હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે સાથે સૌરાષ્ટ્રના પંથકમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની અને રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાનું પણ કહ્યું છે. પરંતુ રાજ્યમાં વરસાદની આ આગાહી ખુબ મહત્વની છે. હાલ જિલ્લાના ડેમોમાં પણ પાણીની અપુરતી વર્તાઈ રહી છે. અને ખેતરોમાં પણ પાકને પાણીની જરૂરિયાત વધી રહી છે.
(12:02 am IST)