ગુજરાત
News of Saturday, 22nd September 2018

અરવલ્લીના ભિલોડામાં ખેતરમાં મોટર ચાલુ કરતા ત્રણ યુવકોને લાગ્યો વીજ કરંટ :એક યુવકનું મોત

નવા ભવનાથમાં ખેતરમાંદુર્ઘટના :મૃતકના પરિવારમાં માતમ છવાયો

અરવલ્લી: ભિલોડાના નવા ભવનાથમાં ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ત્રણ યુવકોને કરંટ લાગતા એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે સગા ભાઇને પણ કરંટ લાગ્યો હતો,તે બંન્ને ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયારે  વીજ કરંટ લાગતા 25 વર્ષીય દેવેન્દ્ર પરમાર નામના યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો

(11:32 pm IST)