ગુજરાત
News of Saturday, 22nd September 2018

બેંગકોકમાં આંતરરાષ્ટ્રીય થ્રો બોલ સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતનાર બે ગુજરાતી ખેલાડીઓ અમદાવાદ પહોંચ્યા :એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

પૂર્ણાંક પટેલ અને તન્વીરસિંહનું એરપોર્ટ પર ઢોલ, નગારા, સાથે મો મીઠું કરાવી ઉષ્માભેર સ્વાગત કરાયું.

અમદાવાદ :બેંગકોકમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય થ્રો બોલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા ગુજરાતનાં બે ખેલાડી. પૂર્ણાંક પટેલ અને તન્વીરસિંહ અમદાવાદ આવી પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઢોલ, નગારા, સાથે મો મીઠું કરાવી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું  શરૂઆતમા પ્રદર્શન સારુ રહ્યું નહીં પરંતુ રણનીતી પ્રમાણે રમતા ગોલ્ડ મેડલ સુધી પહોચી શક્યા હતા  થ્રો બોલ રમત દેશમાં લોકપ્રિય નથી.પરંતુ તેઓ .આ ગેમને દેશ સહિત ઓલિમ્પિકમાં લઇ જવા માંગે છે.

(11:26 pm IST)