ગુજરાત
News of Saturday, 22nd September 2018

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ વડોદરામાં :ગણેશ પંડાલમાં પહોંચી કર્યા દર્શન

રાજનાથસિંહે શ્રીજીને સુવર્ણ જડિત પીતાંબર અર્પણ કર્યું

 

વડોદરા :એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહએ બપોર બાદ વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાંડિયા બજાર વિસ્તારમાં SVPC ટ્રસ્ટના ગણેશ પંડાલની મુલાકાત લઈને શ્રીજીના દર્શન કર્યા હતા. રાજનાથસિંહે શ્રીજીને સુવર્ણ જડિત પીતાંબર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે વડોદરા શહેર મેયર, સ્થાનિક ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(9:38 pm IST)