ગુજરાત
News of Saturday, 22nd September 2018

બનાસકાંઠામાં કેનાલમાં ગાબડાં પડવા અને પાણીનો વેડફાટ થવાનો સિલસિલો ચાલુ

ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યાં ;ખેડૂતોને દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ

 

બનાસકાંઠામાં કેનાલમાં ગાબડાં પડવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થવાનો સિલસિલો ચાલુ છે જયારે સરહદી વિસ્તારમાં એવા પણ ગામડાઓ છે કે, જ્યાં પાણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી અને કેનાલમાં વારંવાર પડતા ગાબડા ભ્રષ્ટાચારની પ્રતિતી કરાવે છે

   બનાસકાંઠા જિલ્લાના બેણપ ડીસ્ટ્રીબ્યુટ  નર્મદાની કેનાલના. કેનાલમાં પડેલા ગાબડાના કારણે ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા છે.

સ્થિતી હોવા છતાં નર્મદાના અધિકારીઓ અને સ્થાનિક તંત્રની ઊંઘ ઉડી નથી. ખેડૂતો સરકારી કચેરીઓમાં રજૂઆત કરી થાક્યા છે. પરંતુ કોઇ સાંભળનાર હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. એક તરફ કેનાલમાં પાણી આવે છે. ખેડૂતોને આશા બંધાય છે કે હવે તેઓ થોડા દિવસ સુધી પાકને પાણી આપશે. પરંતુ જયારે ગાબડું પડે છે ત્યારે તેમની તમામ આશા પર પાણી ફરી વળે છે.

(9:31 pm IST)