ગુજરાત
News of Saturday, 22nd September 2018

અમદાવાદમાં ત્રણ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું :મહિલા સહીત બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા

મૂળ રાજસ્થાની આરોપી મહિલા દસથી બાર વખત કંસાઈમેન્ટ સપ્લાઈ કરી ચુકી છે :અમદાવાદથી જૂનાગઢ પહોંચાડવાનો હતો

 

અમદાવાદ :અમદાવાદમાં ફરીવાર કરોડોનું ચરસ પકડાયું છે. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 3 કરોડના ચરસના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપી મહીલા આવી રીતે દસથી બાર વખત કન્સાઇમેન્ટ સપ્લાઇ કરી ચૂકી છે.

  ક્રાઇમબ્રાન્ચની ટીમએ ઇન્દીરાબ્રીજ નજીકથી શાઇના ઉર્ફે કાલી છીપાને 12 કિલો 684 ગ્રામના ચરસ સાથે ઝડપી પાડી છે. જ્યારે કૈલાશ લબાનાને 9 કિલો 251 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યો છે. બંન્ને આરોપીઓ પાસેથી પકડાયેલ ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપીયા 3 કરોડ જેટલી થાય છે. શાઇના છીપા મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને જથ્થો તે અમદાવાદ થઇને જુનાગઢ પહોચાડવાની હતી. જ્યારે કૈલાશ લબાના નામનો આરોપી ચરસનો જથ્થો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોચાડવાનો હતો.
   
ચરસનો જથ્થો જમ્મુ કાશ્મીરથી લાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનમાં રાખવામાં આવ્યો હતો. આરોપીઓ ચરસનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની ફિરાકમાં હતાં. જોકે ગુજરાતની ચેકપોસ્ટ પર ખાનગી ગાડીઓનું ચેકિંગ થઇ રહ્યું હોવાથી આરોપીઓએ ખાનગી ટ્રાવેલર્સમાં જથ્થો પહોચાડવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ ચરસના લાડુ બનાવીને પ્લાસ્ટીકની થેલીમાં તેને જુના અખબારોમાં લપેટીને સુતલીથી ટાઇટ બાંધી દેવામાં આવતા હતાં અને તેના પર શેલોટેપ લગાવી દેવામાં આવતી હતી. જેથી મુસાફરી દરમિયાન કોઇને ચરસની વાસ આવે

(9:19 pm IST)