ગુજરાત
News of Saturday, 22nd September 2018

ધનસુરા-વડાગામ નજીક રેલવે ફાટક પાસેથી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન 350 કિલોના ગૌમાંસનો જથ્થો ઝડપ્યો

ધનસુરા:ધનસુરા-વડાગામ રોડ પર આવેલા રેલ્વે ફાટક નજીક ધનસુરા પોલીસે વાહન ચેંકીગ દરમ્યાન એક  કારમાં ભરેલા ૩૫૦ કીલોગૌમાંસ સાથે બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ધનસુરા પીએસઆઈ કે.વાય.વ્યાસ તથા અન્ય પોલીસ કર્મચારી સ્ટાફ સાથે તા.૨૦ ના રોજ વડાગામ રોડ પર આવેલા રેલ્વે ફાટક નજીક વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ કારને ચેક કરતા ગાડીમાં કોઈ પ્રાણીનું માંસ ભરેલું હોવાનું જણાઈ અાવ્યું હતું. 

(5:16 pm IST)