ગુજરાત
News of Saturday, 22nd September 2018

કુંવારદાની સીમમાં બ્રિજ નજીક થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

તરસાડી:કુંવારદા ગામની સીમમાં કીમ નદીના બ્રીજ નીચે થયેલી યુવકની હત્યાનો કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

અણીતા ગામેથી નયનગીરી સંજયગીરી ગોસ્વામી (ઉ.વ. ૨૧, રહે. મંદિર ફળિયું) તા. ૧૯-૯-૧૮ના રોજ તરસાડી ગામે વી.એસ. પટેલ કોલેજમાં આવવા ઘરેથી મોપેડ (નં. જીજે-૦૫-એનએચ- ૧૨૫૪) લઇને નીકળ્યો હતો. બાદમાં કીમ નદીમાં તેની ચપ્પુના ૧૦ થી ૧૫ ઘા ઝીંકી હત્યા થયેલી લાશ મળી આવી હતી. 

તપાસમાં જોતરાયેલી કોસંબા પોલીસે સૌ પ્રથમ મૃતક નયનગીરીની હીરો મોપેડ અને તેના મોબાઇલ ફોનની શોધખોળ કરતરાં મુળદ ગામની સીમમાં સ્વસ્તિક રેસીડન્સી પાસેથી બિનવારસી હાલતમાં મોપેડ અને તેની ડીકીમાંથી મોબાઇલ મળી આવ્યો હતો.

(5:15 pm IST)