ગુજરાત
News of Saturday, 22nd September 2018

તુલસી પાનમાંથી વીજળી ઉત્પન્ન કરનાર તુલશી શિયાણીને એવોર્ડ

રાજકોટ, તા.૨૨: સૂર્ય ઉર્જા એ કુદરતી રિન્યુએબલ ઉર્જા સ્ત્રોત છે. પૃથ્વી પર પડતી કુલ સૂર્યઉર્જાનો અમુક જ અંશ આપણે વીજળીમાં રૂપાંતર કરી શકીએ છીએ. જયારે કુદરતી વનસ્પતિમાંથી બનાવેલ હાયબ્રીડ સોલારસેલ ૮૦-૯પ% કાર્યક્ષમતા ધરાવી શકે છે. આયુર્વેદિકમાં ખુબજ વપરાતી તુલસીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થઇ શકે છે.

સેન્ટ્રલ યુનવર્સિટીના ઓફ ગુજરાતમાં ડોકટરેટે સંશોધન કરતા અને રાજકોટમાં શિયાણી રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સ્થાપક તુલશી શિયાણીને તુલસીના પાન અને સેમિકન્ડકટરના ઉપયોગથી હાઇબ્રીડ સોલાર સેલ બનાવવામાં સફળતા મળી છે.

તેમના આ સંશોધન કાર્યને શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ખાતે યોજાયેલ TEQIP-ICMEAS-૨૦૧૮ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ૧પ સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ સંશોધન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

તુલસીમાંથી બનાવેલ હાયબ્રીડ સોલારસેલના વધુ સંશોધન માટે શિયાણી રિસર્ચ ઇન્સ્ટિટયૂટે બેગલોરની IISc અને મુંબઇની IIT સાથે સંશોધન પ્રોજેકટ પણ શરૂ કર્યા છે. જેથી તેઓની આધુનિક સંશોધન સુવિધાઓ પણ વાપરી શકશે. તેમના આ સંશોધન કાર્યને એક સારા રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરીને ભારત સરકારના DST વિભાગમાં વધુ સંશોધન માટે પ્રોજેકટ મોકલવામાં આવશે. તેમનો મુખ્ય ધ્યેય પ્રદુષણ રહિત ઉર્જા ઉત્પન્ન કરીને દેશના ખૂણે ખૂણે ઇલેકટ્રિક વાયર વગર ઉર્જા પહોંચાડવાનો હોવાનું તુલશી શીયાણી (મો.૯૪૨૬૬ ૦૭૨૩૧) ની યાદીમાં જણાવાયુ છે.(૨૩.પ)

(3:34 pm IST)