ગુજરાત
News of Saturday, 22nd September 2018

સુરતઃ કુટુંબીજનોથી ત્રાસી ઓલપાડના નિવૃત મામલતદારે જીવન ટુકાવ્યું

૧૪ પાનાની સ્યુસાઇડનોટમાં સગાભાઇ સહિત ૨૩ના નામનો ઉલેખ કર્યો

સુરત, તા.૨૨: ચાર મહિના પહેલા જ મામલતદાર તરીકે રિટાયર્ડ થયેલા ઓલપાડના  કાંતિભાઈ પટેલે (૬૦)એ ૨૦ વર્ષથી સંબંધીઓના માનસિક ત્રાસને લઈ તણાવમાં ૧૪ પાનની સ્યુસાઈડ નોટ લખી ઓલપાડ ખાતે ઘરના પાર્કિંગમાં ફાંસો લગાવી આપદ્યાત કરી લીધો છે.

ઓલપાડ ટાઉનના ઝાંપા ફળિયામાં રહેતા કાંતિભાઈ રામુભાઇ પટેલ ચાર મહિના પહેલા જ વડોદરા જિલ્લાના નસવાડી ખાતે મામલતદાર તરીકે રિટાયર્ડ થયા હતા. તેઓ પછીથી પોતાના દીકરો ભાવેશ પટેલના પરિવાર સાથે રહેતા હતાં. શુક્રવારની સવારે ૧૧ કલાકે ડો.ભાવેશ અને તેમની પોતાની કાર સર્વિસ કરાવવા ગયેલા. તેમની પત્ની ડોકટર નેહા પોતાના કિલનિક પર ગયેલ હતી. ત્યારે કાંતિભાઈ અને તેમની પત્ની તથા પૌત્ર ઘરે હતા.

ત્યારે અચાનક કાંતિભાઈએ પોતાના ઘરના પાર્કિંગમાં  ફાંસો ખાઇ લીધો હતો. તે સમયે કોઈ કામ અર્થે ઘરે આવેલા ડો. નેહાએ જોતા આઘાત લાગ્યો હતો. તેમણે આ બાબતે તુરંત ભાવેશભાઈને ફોન કરી જાણ કરતા કાંતિભાઈને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

આત્મહત્યા કરતી વખતે કાંતિભાઈએ પહેરેલાં કપડાં પૈકી ગંજીમાંથી સ્યુસાઇડ નોટ સાથે કેટલાંક કાગળો રાખેલાં મળી આવ્યાં હતાં. કાંતિભાઈએ લખેલી કુલ ૧૪ પાનાંની સ્યુસાઇડ નોટ ભાવેશ ભાઈએ વાંચતાં તેમાં કુલ ૨૩ વ્યકિતઓ કે જેમાં કાંતિભાઈના સગાભાઇ અને અન્ય નજીકનાં કુટુંબીઓનાં નામો લખેલાં હતાં.

દીકરો ઓસ્ટ્રેલિયામાં હોવાથી માતા નીતાબેન, ભાઈ ભાવેશભાઈનો દીકરો દક્ષને ઓસ્ટ્રેલિયા બોલાવ્યા હતા. ત્યારે શુક્રવારે સાંજે ડો. ભાવેશભાઈ દીકરાને એરપોર્ટ મૂકવા જવાના હોવાથી બધા ખુશ હતા. ત્યારે શુક્રવારે કાંતિભાઈએ અચાનક ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ખુશી માતમમાં ફેરવાઈ હતી.(૨૨.૭)

 

(3:34 pm IST)