ગુજરાત
News of Saturday, 22nd September 2018

વાઘોડિયાના ઇંટોલીની પ્રાથમિક શાળાને સ્વચ્છતા અભિયાનનો એવોર્ડ :રાજ્યની એક માત્ર શાળાને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

વડોદરા :વાધોડિયા તાલુકામાં માત્ર 1 હજારની વસ્તી ધરાવતાં ઇટોલી ગામની પ્રાથમિક શાળાને માનવ સંસાધન અને વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરનાં હસ્તે નેશનલ કક્ષાનો સ્વચ્છતાં અભિયાનનો એવોર્ડ મળ્યો છે

   ગુજરાતની એક માત્ર સ્વચ્છ શાળા તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ બાબતની જાણ સમગ્ર જિલ્લામાં થતા જ હાલ જીલ્લાનાં કેટલાય એનજીઓ, અધિકારીઓ, રોજકીય નેતાઓ દ્વારા હાલ આ શાળા પર અભિનંદનની વર્ષાઓ થઇ રહી છે. ગામ તથા શાળામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(1:12 pm IST)