ડભોઈના અંબાવ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત :ત્રણ લોકો ઘાયલ
વડોદરા: ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નુપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે જેને વડોદરા ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા.બે ટ્રકો ધડાકાભેર અથડાઇ હતી. મૃતકોને બહાર કાઢવામાં વડોદરા ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી ત્રણ કલાકની ભારે જેહમત બાદ ત્રણ વ્યક્તિ ઓને જીવિત બાહર કાઠવામાં સફળ મળી હતી.
મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રિના 9-30 કલાકે વડોદરાના ડભોઇ તાલુકાના અંબાવ ગામના પાટીયા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલી હદે ભયંકર હતો કે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડતી હતી.આ બનાવની જાણ થતાં વડોદરા એસ.પી તરૂણ દુગ્ગલ તથા ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ડભોઇ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.