ગુજરાત
News of Saturday, 22nd September 2018

હોંગકોંગમાં સુરતના હીરાનાં કર્મચારીઓ લૂંટાયા:7 લાખ 40 હજાર ડોલરના કોચા ચેક અને રોકડ-જવેલરીની લૂંટ :ઘટના સીસીટીવીમાં કેદ

સુરત: હોંગકોંગમાં સુરતના હીરાનાં કર્મચારીઓ લૂંટાયા છે. લૂંટારાઓ દ્વારા 7 લાખ 40 હજાર ડોલરના કોચા ચેકની લૂંટ તથા રોકડ સાથે જ્વેલરીની લૂંટ પણ ચલાવામાં આવી છે. લૂંટ કરીને લૂટારાઓ ફરાર થઇ ગયા છે.

  જાણવા મળતી વિગત મુજબ એચ. કે. ઇમ્પેક્ષના બે કર્મચારીઓ પાસેથી લૂંટ કરાઇ હતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પગલે હોંગકોંગ પોલીસે ઘટનાની જાણ કરાતા સીસીટીવી ફૂટેડના આધારે તપાસ શરૂ કરી હતી.

(12:38 pm IST)