ગુજરાત
News of Thursday, 22nd August 2019

ગોધરા નજીક નર્મદા કેનાલમાં મારુતિ વાન ખાબકી:ચાલકનો આબાદ બચાવ

લોકોએ એકબીજાના હાથ પકડી ચાલકને બહાર કાઢ્યો

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છેવાડેથી પસાર થતી નર્મદા કેનાલ હાલ પાણીથી છલોછલ ભરેલી છે. ત્યારે એક મારુતી વાન પસાર થતી હતી તે દરમ્યાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મારુતિ વાન સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી.કારચાલક જાતે ગાડીમાંથી બહાર નીકળીને કિનારા ઉપર આવવાનો પ્રયત્ન કર્યો હતો.

   બનાવની જાણ થતાં નજીકથી પસાર થતા રાહદારીઓ પાણીમાં પડેલ યુવાનને બચાવવા માટે કેનાલ પાસે દોડી આવ્યા હતા. પાણીમાં ગરક યુવાન કેનાલના કિનારા નજીક આવી જતા એક યુવાને પોતાનો શર્ટ ઉતારી દોરડાની જેમ લંબાવી તેને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અન્ય યુવાનો પણ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવી આ વાનચાલકને આખરે સહી સલામત બહાર કાઢ્યો હતો. પરંતુ વાનચાલકની કાર નજર સામે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી

(11:21 pm IST)