ગુજરાત
News of Thursday, 22nd August 2019

અમદાવાદની આંબાવાડી સરકારી પોલિટેક્નિક કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજીયાત બુટ અને શર્ટ પહેરવાનું ફરમાન

વિદ્યાર્થીઓનો વિરોધ-નારેબાજી :આગામી દિવસોમાં નિયમમાં ફેરફાર કરવા કોલેજની બાંહેધરી

અમદાવાદની આંબાવાડી સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજીયાત બુટ અને શર્ટ પહેરવાનું ફરમાન કરાયું હતું જેનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો  આજે એનએસયુઆઇ  દ્રારા આ ફરમાનના વિરોધ કરવામા આવ્યો હતો

 વિદ્યાર્થી નેતાઓ દ્રારા પોલીટેકનીક કોલેજમા નારેબાજી કરીને આ નિર્ણય પરત ખેચવા માટે રજુઆત કરી હતી. સરકારી કોલેજમા આવતા વિદ્યાર્થીઓનુ કહેવું છે કે જો અમારી પાસે આટલા પૈસા હોત તો અમે સેલ્ફ ફાયન્સ કોલેજના અભ્યાસ માટે જતા હોત. સરકારી કોલેજમા ૬૦૦ રૂપીયા ફિ ભરીને અમે અભ્યાસ કરીએ છીએ.તો અમે કેવી રીતે ૫૦૦ રૂપીયા સુધીના મોંઘા બુટ પહેરી શકીએ.  

      ઈસી ડિપ્લોમામાં અભ્યાસ કરીતી ઇશીકા નામની વિદ્યાર્થીની જાણાવ્યુ કે મારે પ્લાસ્ટીકના બુટ છે. મારા પપ્પા શાકભાજી વેચે છે. મારે કોલેજમા સર સાથે બોલાચાલી થઈ હતી.પ્લાસ્ટીક બુટ નહિ ચાલે નવા બુટ લઈ આવો તેવું કહીને મને ક્લાસમાથી બહાક કાઢી મુકી હતી. જો કે આ સમગ્રે મામલે ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને નિયમોમાં સુધારો કરવા માટે કોલેજનુ વલણ સકારાત્મક જોવા મળી રહ્યું છે. આવનારા દિવસમા નિયમમાં ફેરાફાર કરવાની કોલેજ દ્રારા બાંહેધરી આપવામા આવી છે.

(7:44 pm IST)