ગુજરાત
News of Wednesday, 22nd August 2018

બનાસકાંઠામાં મગફળી કૌભાંડમાં નવો ખુલાસો :કુંપટ ગામના ખેડૂતે રાજસ્થાની મગફળી ઝડપી !?

બનાસકાંઠામાં મગફળી કૌભાંડને લઈને વધુ એક પુરાવો સામે આવ્યો છે. ટેકાના ભાવે મગફળી રાજસ્થાનમાંથી ખરીદવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા છે. ડીસાના કૂંપટ ગામના ખેડૂતે રાજસ્થાની મગફળી ઝડપી છે.

  રાજસ્થાની મગફળી ભરેલા ટ્રેકટરને રોકવા ખેડૂત ટાયર નીચે સૂઈ ગયો હતો. કૂંપટના ખેડૂતે રાજસ્થાની મગફળીના પુરાવા આપ્યા હતા અને ડીસા પોલીસ મથકે અરજી પણ કરી હતી .

(11:51 pm IST)