ગુજરાત
News of Wednesday, 22nd August 2018

અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટ પર અજાણ્યા યુવકની લાશ મળી

અમદાવાદ :અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઈટ ખાતેથી અજાણ્યા યુવાનની લાશ મળી છે. પિરાણા ડમ્પિંગ સ્ટેશનમાં કચરો નાખતી વેળા લાશ મળી છે.જાણવા મળ્યા મુજબ વસ્ત્રાલ રેસ્ટ યુઝ ટ્રાન્સફર સ્ટેશનમાં શહેરનો કચરો એકત્ર થાય છે, ત્યાંથી કચરાની ગાડીઓ ભરાઇને પીરાણા જાય છે. ત્યારે કચરો ખાલી કરતી વેળા લાશ હોવાની જાણ થઇ હતી  લાશ કચરાની ગાડીમાં લટકી રહી હતી

(7:57 pm IST)