ગુજરાત
News of Wednesday, 22nd August 2018

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઈજિરિયનને શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવ્યો

અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૦ ઓગષ્ટના રોજ દુબઈથી આવેલા શખ્સને શંકાને આધારે અટકાવવામાં આવ્યો હતો. તેના પેટમાં ડ્રગ્સનો જથ્થો હોવાનું જણાતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં આરોપીને તપાસ માટે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એક્સરેમાં તેના પેટમાં ડ્રગ્સનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસની તપાસ કરી રહેલા એસઓજી ક્રાઈમના એસીપી બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ આરોપીએ તેનું નામ જોહુ એલેક્સીસ તથા તે સાઊથ આફ્રિકાના આબીદજાન ટાઊનનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પુછપરછમાં તેણે પેટમાં કોકેઈનની નવ કેપ્સુલો છુપાવી હોવાનું જણાવ્યું હતું. આ કેપ્સુલો કાઢ્યા બાદ તેમાં કેટલી માત્રામાં ડ્રગ્સ છે અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કેટલી છે તેનો અંદાજ આવશે, એમ પોલીસે કહ્યું હતું.

(5:07 pm IST)