ગુજરાત
News of Wednesday, 22nd August 2018

ગાંધીનગરમાં તંત્રની બેદરકારી: કચરા પેટી મુકાઈ હોવા છતાં નિકાલમાં આળસ

ગાંધીનગર:પાટનગરમાં મુખ્ય અને આંતરિક માર્ગોની પાસે કચરાના નિકાલ અન્વયે ઠેક ઠેકાણે ડસ્ટબીન મુકવામાં આવી છે. જેનો નગરજનો ઉપયોગ પણ કરી રહ્યાં છે અને કચરો આ ડસ્ટબીનમાં નાંખતાં હોય છે. પરંતુ તંત્ર દ્વારા સમયાંતરે આ ડસ્ટબીનમાંથી કચરાનો નિકાલ કરવામાં નહીં આવતાં માર્ગોની આસપાસ   મુકેલી કચરાપેટીની આસપાસ પણ કચરાના ઢગ ખડકાવાથી સ્વચ્છતાની જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે સે-૬માં શાકમાર્કેટની પાસે કચરાપેટી જ કચરામાં ધકેલાઇ ગઇ છે.

શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ કચરો એકઠો ન થાય તે માટે  તંત્ર દ્વારા  ડસ્ટબીન મુકવામાં આવી છે.  જેના પગલે માર્ગો ઉપર તેમજ ફુટપાથ ઉપર કચરો એકઠો ન થાય અને ગંદકી ન ફેલાય તે માટે લોકો ડસ્ટબીનનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. આમ તંત્રના સફાઇ કામદારો દ્વારા શરૃઆતમાં નિયમીત ડસ્ટબીનમાંથી કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી સેક્ટરોમાં આવેલાં આંતરિક માર્ગોની આસપાસ મુકવામાં આવેલી ડસ્ટબીન કચરાથી ઉભરાઇ રહી છે. કચરો ઉભરાવાના પગલે આસપાસ ડસ્ટબીનની બાજુમાં પડતો હોય છે અને જેના કારણે કચરામાં અને ગંદકીમાં વધારો થવા પામ્યો છે. 

(5:06 pm IST)