ગુજરાત
News of Wednesday, 22nd August 2018

વડોદરા મનપાની ટીમે સફાળી થઈને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડી ચેકીંગ હાથ ધર્યું

વડોદરા: મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ આજે સફાળી જાગી ઉઠી હતી અને શહેરમાં ઠેર-ઠેર મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

આરોગ્યની ટીમ દ્વારા શહેરના માંજલપુર કારેલીબાગ, વીઆઈપી રોડ, ખંડેરાવ માર્કેટ, સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધાર્યું હતું. જેમાં કેટલીક મીઠાઈના નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 

સવાલ એ ઉભો થાય છે કે આરોગ્ય વિભાગ હાલ જે નમુના લઇ રહ્યું છે. તેનો રિપોર્ટ તો રક્ષાબંધન પછી આવશે ત્યાં સુધી વેપારીઓ ભેળસેળ યુક્ત મીઠાઈઓ શહેરીજનોને પધરાવી ચુક્યા હશે. તો પછી અંતિમ દિવસોમાં કામગીરી કરવાનો શું અર્થ ?

દર વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્ય તંત્ર અંતિમ દિવસોમાં જાગ્યું છે. ત્યારે માત્ર કાગડો પર કામગીરી કરવામાં આવતી હોય તેમ માત્ર સેમ્પલ લઈને કામગીરી આટોપી લેવામાં આવી હતી. 

(5:06 pm IST)