ગુજરાત
News of Wednesday, 22nd August 2018

કઠલાલ ચોકડી નજીક સુલુણ પેટ્રોલપંપ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા

કઠલાલ:ચોકડી નજીક તેમજ સલુણ સીમ પેટ્રોલપંપ આગળ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર જણાંને ઈજા થઈ હતી. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના અનપુર તાબે રામપુરામાં રહેતા ચિરાગભાઈ ઉમેશભાઈ ડાભી મોટર સાયકલ નં. જીજે-૦૭ બીએ-૦૪૭૭ ઉપર સંબંધીને બેસાડી કઠલાલ રોડ પરથી જઈ રહ્યાં હતા ત્યારે કઠલાલ ચોકડી હોસ્પિટલ નજીક સામેથી પૂરઝડપે આવેલ મોટર સાયકલ જીજે-૨૭ એમ-૨૫૨૬ ચિરાગભાઈની મોટર સાયકલ સાથે અથડાયું હતું.જેથી બંને બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ચિરાગભાઈ ઉમેશભાઈ ડાભીની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત નડિયાદ તાલુકાના સલુણવાંટામાં ગત તા.૨૦-૮-૧૮ની સાંજે સાયકલ લઈને નડિયાદ ડાકોર રોડ પરથી સલુણ સીમ પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ સીસી-૬૦૫૭ સાયકલ પાછળ અથડાતા નિલેશભાઈ બારોટને નીચે પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે નિલેશભાઈ બારોટની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:04 pm IST)