ગુજરાત
News of Wednesday, 22nd August 2018

કર્ણાટક પ્રિમીયર લીગને ૪૦૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાના કારણે બ્લેકલીસ્ટ કરાઇ

UKની સટ્ટા કંપનીએ KPL પર મૂકયો પ્રતિબંધ : ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ઘટનાઃ હુબલી ટાઇગર અને બીજાપુર વચ્ચેની મેચમાં ફીકસીંગ કરતા સટ્ટાકંપનીને રૂ. ૨૫૦૦નું ધુંબો લાગેલ

વડોદરા તા. ૨૨ : ક્રિકેટના સટ્ટા બજારની ઈતિહાસમાં સટ્ટાબજારની મુખ્ય કંપનીએઙ્ગ કોઈ પ્રિમિયર લીંગ ટુર્નામેન્ટને 'બ્લેક લીસ્ટ' કર્યાનો પ્રથમવાર કિસ્સો બન્યો છે. યુ.કે.ની ' બેટફેર. કોમ' કંપનીને કર્ણાટક પ્રિમિયર લીગના સંચાલકો અને ખેલાડીઓએ રૂ.૨૫૦૦ કરોડનો ચૂનો લગાવતા કંપનીએ કર્ણાટક પ્રિમિયર લીગને બ્લેકલીસ્ટ કરી તેના ભાવ જાહેર કરવાનું બંધ કર્યું હોવાની વિગતો બહાર આવતા વિશ્વ સટ્ટા બજારમાં ખળભળાટ મચી ગયો છે.

યુકે સ્થિત બેટફેર. કોમ' વેબસાઈટ દ્વારા વિશ્વની તમામ અલગ અલગ પ્રકારની રમતો પર સટ્ટો રમાડાય છે. આ કંપની તમામ રમતો અને એ રમત રમનારા ખેલાડીઓનો ભાવ નક્કી કરી વિશ્વ સટ્ટાબજારમાં જાહેર કરે છે. અને તેના ભાવ પ્રમાણે વિસ્વના મોટા સટોડીયાઓ, બુકીઓ 'બેટ ફેર.કોમ' કંપનીના સંચાલકો પાસે રૂ.૧૫ થી રૂ.૨૦ કરોડની ડિપોઝીટ મુકીને તેઓ તેમના હાથ નીચેના બુકીઓને ' બેટફેર. કોમ' કંપનીએઙ્ગ નક્કી કરેલા ભાવ પહોંચાડે અને તેના આધારે બુકીઓ સટ્ટાના શોખીનોને સટ્ટો રમાડતા હોય છે.

ક્રિકેટ મેચમાં વર્ષોથી સટ્ટો રખાય છે. જેમાં હારજીતના આધારે અનેક માલામાલ થાય છે તો અનેકને રડવાનો વારો આવે છે. તેની સાથે મેચના સંચાલકો કે પછી અમુક ખેલાડીઓ માલામાલ થયા છે.

બુકીઓના નેટવર્કમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં કર્ણાટક પ્રિમિયર લીગ (કે.પી.એલ.) રમાઈ જેમાં બેંગ્લોર, હુબલી, મૈસુર, બીજાપુર, શિવામોંગા અને બેલ્લારીની ટીમોએ ભાગ લીધો હતો.

આ કે.પી.એલ.ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના કેટલાક કર્તાહર્તા અન કેટલાક ખેલાડીએ જ ખુદ ભેગા મળીને ' બેટફેર.કોમ' કંપની પર જે ભાવ નક્કી થયા તેના આધારે સટ્ટો રમવાનું નક્કી કર્યું. અને ' મેચ ફિકસીંગ' કરી દેવાઈ 'કર્ણાટક પ્રિમિયર લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૫મી ઓગષ્ટથી શરૂ થઈ છે અને તે તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. તા.૧૬મીના રોજ હુબલી ટાઈગર અને બીજાપુર વચ્ચેની મેચમાં 'મેચફિકસીંગ' નક્કી કરાઈ કે હુબલી ટાઈગરે જીતી જવાનું અને બીજાપુરની ટીમે હારી જવાનું.

તા.૧૬મીના રોજ બંને ટીમ વચ્ચે મેચની શરૂઆતમાં ટોસ જીત્યા બાદ જયારે મેચનો પહેલો બોલ નાંખવામાં આવ્યો ત્યાં સુધી બેટફેર કંપનીએ ૯૦ પૈસા ભાવ નક્કી કર્યો અને ' કર્ણાટક પ્રિમિયર લીગ'ના મળતિયાઓ દ્વારા અંદાજે રૂ.૪૦૦૦ કરોડ જેવી માતબર રકમનો સટ્ટો રમાયો પણ આ સ્થિતિ જોઇ 'બેટફેરકોમ' ને કરોડોની રકમ ચૂકવવી પડશે તેમ જણાતા મેચનો પહેલો બોલ પડયો અને તુરત જ ૨૪ પૈસા ભાવ ઘટાડી દેવામાં આવ્યો હતો. જેથી સટ્ટાના નિયમ પ્રમાણે ૯૦ પૈસામાંથી ૨૪ પૈસા કપાત કરી ૬.૬ પૈસા પ્રમાણે તફાવતની રકમ ચુકવવાની બેટફેર કોમને નોબત આવી પડી હતી.

આ મેચમાં ૬૬ પૈસા ભાવફેરથી રૂ.૨૫૦૦ કરોડનો ફાયલે સટોડિઓએ કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.

મેચફિકસીંગમાં નક્કી કર્યા પ્રમાણે હુબલી ટાઇગરની ટીમ જીતી ગઇ અને બીનીપૂરની ક્રિકેટ ટીમ હારી ગઇ હતી. જેથી બેટફેર કોમને રૂ.૨૫૦૦ કરોડનું આર્થિક નુકસાન થઇ ગયું હોવાનું જાણવા મળે છે.

બેટફેર કંપનીને એકઝાટકે રૂ.૨૫૦૦ કરોડની ખોટ જતા આખરે યુ.કે.ની કંપનીએ તાત્કાલિક અસરથી 'કર્ણાટક પ્રિમિયર લીગ' ને 'બ્લેક લીસ્ટ' કરી દીધી. એટલું જ નહીં 'કર્ણાટક પ્રિમિયર લીગ' દ્વારા રમાયેલા સટ્ટાને કારણે કર્ણાટક પ્રિમિયર લીગની મેચો તેમજ ખેલાડીઓ પર લગાવવામાં આવતા ભાવ પણ જાહેર કરવાનું તાત્કલિક અસરથી અટકાવી દીધું હતું.(૨૧.૧૭)

(3:43 pm IST)