ગુજરાત
News of Wednesday, 22nd August 2018

ગુજરાતના ૧૮૭ તાલુકામાં ૧ થી પ ઇંચ વરસાદ

મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં મધ્યમ વરસાદઃ ગોધરા-મોરવાહડફ-પ, કપડવંજ-હાલોલ-ધરમપુર અને વધઇ ૪ ઇંચ વરસાદ * ઉકાઇ ડેમની જળસપાટી ૩૦૭ ફુટની નજીક * કોઝવેની જળસપાટી ૬.૮૩ મીટરે પહોંચી

 

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. રર : ચોમાસાની સિઝનમાં બીજા રાઉન્ડમાં મેઘરાજા ફરી પાછા નરમ પડતા છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૧૮૭ તાલુકાઓમાં ૧ થી પ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

મેઘરાજા સેકન્ડ ઇનીંગમાં પણ મન મૂકીને વરસે એવી સૌ કોઇ રાહ જોઇ બેઠુ છે ત્યારે મેઘરાજા મનમૂકીને ન વરસતા સૌ કોઇ ચિંતામાં મૂકાયા છે. આમ છતાં પડી રહેલ હળવા વરસાદથી પણ સૌ કોઇ મનમાનવી રહ્યા છે.

રાજયભરમાં નોંધાઇ રહેલ વરસાદને પગલે તો પાડોશી રાજયમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જળાશયોની જળસપાટી સતત વધી રહી છે.

જેમાં દ. ગુજરાતના મહત્વના ઉકાઇ ડેમમાં આશરે ૪પ,૦૦૦ કયુસેક પાણી ઠલવાતા આજે સવારે ૮ કલાકે ડમેની જળસપાટી સતત વધીને ૩૦૬.૯૭ ફુટે પહોંચી છે અને જેને પગલે કોઝવેની જળસપાટી પણ વધીને આજે સવારે ૬.૮૩ મીટરે પહોંચી છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડામાં ગોધરા ૧રર મીમી, મોરવા હડફ ૧૧૩ મીમી, બાલાસિનોર ૧૦પ મીમી, કપડવંજ-હાલોલ અને શહરા ૧૦૪-૧૦૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

સંતરામપુર ૯૯ મીમી, ધરમપુર ૯૬ મીમી, વધઇ ૯૪ મીમી, કઠલાલ ૯૧ મીમી, જાંબુધોડા ૮૦ મીમી, ફતેપુરા અને જેતપુર પાવી ૭૭-૭૭ મીમી, ઉમરપાડા ૭પ મીમી, ઠાસરા અને ગરબડા ૭ર-૭ર મીમી અને જાલોદ ૭૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે કવાંટ ૬૮ મીમી, મેઘરજ ૬૬ મછીમી, સાંજેલી ૬૪ મીમી તો મહુધા-સાવલી-કલોલ અને માંડવી ૬૩-૬૩ મીમી, છોટાઉદેપુર ૬૧ મીમી, વીરપુર અને માંગરોળ પ૭-પ૭ મીમી, માલપુર અને વ્યારા પ૬-પ૬ મીમી, ધનસુરા અને લીમખેડા પપ-પપ મીમી, સીંગવડ પ૪ મીમી અને લુણાવાડા પ૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત ઉમરેઠ પ૦ મીમી, બોડેલી અને વાલોળ ૪૯-૪૯ મીમી, પેટલાદ ૪૮ મીમી, માતર-અને કડાણા ૪૭-૪૭ મીમી, ભીલોડા-નિઝર અને સોનગઢ ૪૬-૪૬ મીમી, ઇડર-વડાલી અને મોડાસા ૪પ-૪પ મીમી, નડીયાદ અને દેવગઢ બારીયા ૪૪-૪૪ મીમી વરસાદ નોંધાયેલ છે. ઉપરાંત ખાનપુર અને ચીખલી ૪૩-૪૩ મીમી, આણંદ ૪ર મીમી, ખેરગામ ૪૧ મીમી, બાયડ અને વાંસદા ૪૦-૪૦ મીમી, દેગામ ૩૯ મીમી, તો હિંમતનગર, વાસો, અંકલાવ, બોરસદ અને સોજીત્રા ૩૮-૩૮ મીમી વરસાદ નોંધાયો છે.

જયારે ગલતેશ્વર ૩૭ મીમી, દાહોદ ૩૬ મીમી, ખેડબ્રહ્મા ૩પ મીમી તથા મહેમદાબાદ-નસવાડી અને લિલકવાડા ૩પ-૩પ મીમી, મહુવા ૩૪ મીમી, વિજયનગર -ઉચ્છલ અને આહવા ૩૩-૩૩ મીમી, દેસર અને ડેડીયાપાડા ૩ર-૩ર મીમી, પ્રાંતિજ -કપરાડા અને વલસાડ ૩૧-૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

વડોદરા અને પારડી ર૯-ર૯ મીમી, તો તલોદ -ખેડા-બારડોલી-કામરેજ અને વાપી ર૬-ર૬ મીમી તથા વિજાપુર અને ખંભાત રપ-રપ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે રાજયના અન્ય ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૧ થી ર૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે. સવારે ૯-૩૦ કલાકે સંઘપ્રદેશના દમણ અને સેલવાસ સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાના ડોળ વચ્ચે ઝરમર ઝાપટા ચાલુ છે. (૮.૧૧)

(3:42 pm IST)