News of Wednesday, 22nd August 2018
ઉકાઈ ડેમની જળસપાટી 306,08 ફૂટે પહોંચી :કાકરાપાડા ડેમની 161,30 ફૂટ અને હથનુર ડેમની સપાટી 210,30 મીટરે પહોંચી
લાઠી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાએ માંડવી તાલુકાના ચાર ગામને એલર્
સુરત :દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયૉ છે જળાશયોમાં પણ નવા નીરની આવકો થઇ રહી છે ઉકાઈ ડેમની જળસપાટી 306.08 ફુટ પર પહોંચી છે. ઉકાઈમાં પાણીની 50,431 ક્યુસેકની આવક અને 600 ક્યુસેક પાણીની જાવક છે
કાકરાપાર ડેમની સપાટી 161.30 ફૂટ અને આમલી ડેમની સપાટી 113.50 મીટર પર પહોંચી છે. હથનુર ડેમની સપાટી 210.30 મીટર અને માંડવી પાસેનો લાઠી ડેમ 74.20 મીટરે પહોંચ્યો છે. લાઠી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાએ માંડવી તાલુકાના ચાર ગામને એલર્ટ કરાયા છે સુરત કોઝવેની જળસપાટી 6.83 મીટર પર પહોંચી છે.
(2:07 pm IST)