ગુજરાત
News of Wednesday, 22nd August 2018

જાન્યુઆરીથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે :વસ્ત્રાલથી એપરલ પાર્ક અને વાસણાથી સાબરમતી રૂટનું કામ ડિસે,માં થશે પૂર્ણ

કાલુપુરમાં ત્રણ લેયરનું બનશે સ્ટેશન :કુલ 34 મેટ્રો સ્ટેશનમાં 4 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ બનશે

અમદાવાદઃ જાન્યુઆરીથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થશે. મેટ્રોનો પહેલા રુટ વસ્ત્રાલથી એપરલ પાર્કનો હશે. જેનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે. વાસણાથી સાબરમતી રુટનું કામ પણ ડિસેમ્બરમાં પૂરુ થઇ જશે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કાલુપુર સ્ટેશનમાં ત્રણ ટ્રેનનો સમન્વય થશે. જે માટે કાલુપુરમાં ત્રણ લેયરનું સ્ટેશન બનશે.

 મુસાફરો મેટ્રોમાંથી ઉતરી બુલેટ ટ્રેનમાં મુંબઇ જવામાં સરળતા રહે તે પ્રમાણેની સુવિધા કરવામાં આવશે. ત્રણ લેયરમાંથી અલગ-અલગ લેયર પર મેટ્રો અને બુલેટ ટ્રેન દોડશે જ્યારે અન્ય લેયર પર IRCTCની ટ્રેન દોડશે. જે માટે મલ્ટિપલ ઉપયોગ માટે આધુનિક સ્ટેશન બનાવવામાં આવશે. 

આધુનિક ડિઝાઇન સાથે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. કોટ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ટ્રેક બનાવવામાં આવશે. જર્જરિત મકાનોની સંખ્યા વધારે હોવાથી કાળજી લેવામાં પણ આવશે. પ્રોજેક્ટ બાદ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 7 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ રુટ બનશે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં 34 મેટ્રો સ્ટેશન બનશે જેમાંથી 4 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે. અમદાવાદનો મેટ્રો પ્રોજેક્ટ 10,700 કરોડનો છે. 

(1:41 pm IST)