ગુજરાત
News of Wednesday, 22nd August 2018

નવી ટેકનોલોજી વડે કપાસની ખેતીમાં ૪ કિવન્ટલ વધુ ઉપજ

કીટકથી અસરગ્રસ્ક ખેતીને આધુનિક કૃષિ ટેકનોલોજી વડે મળ્યો ઉકેલ

અમદાવાદ, તા.૨૨: કપાસની ખેતીમાં આવતી ઘણી સમસ્યાઓનો ઉકેલ એક ટેકનિક અને પ્રયોગશીલતામાં રહેલો છે. આપણા પ્રદેશમાં કપાસની ખેતીમાં કીટકોની સમસ્યા દર વર્ષે વધી રહી છે અને ખેડૂતોને તેનાથી ભારે નુકસાન થાય છે. પરંતુ કેટલાક પ્રયોગશીલ ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અને કૃષિ નિષ્ણાતોની મદદથી પોતાના પાકને આ કીટકોથી બચાવવાની સાથેસાથે વધુ પાક મેળવીને વધુ લાભ પણ પ્રાપ્ત કર્યો છે.

ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના ૩૮ વર્ષીય યુવાન અને પ્રયોગશીલ ખેડૂત પટેલ વસંતભાઈ ધૂળાભાઈ ૬ એકર ખેતરમાં કપાસ ઉગાડે છે. બે વર્ષ પહેલાં તેમના ખેતરમાં મોલોમાસી, લીલા તડતડિયા, થ્રિપ્સ, મિલિબગ, માહૂ તથા અન્ય પ્રકારના કીટકોનો પ્રકોપ વધી ગયો હતો. વારંવાર દવાનો છંટકાવ કરવા છતાં તે કાબૂમાં આવતા નહોતા. આનાથી તેમનો ખેતીનો ખર્ચ વધી ગયો અને અંતે તો પાક ઓછો થવાથી નષ્ટ થઈ જતો હતો. આ સમસ્યાઓમાંથી બહાર આવવા વસંતભાઈએ જયારે ડાઉ એગ્રોસાયન્સના કૃષિ નિષ્ણાતોનો સંપર્ક કર્યો તો તેમણે તેમને કેટલીક આધુનિક ટેકનિક શીખવાડી અને એક એકરમાં ૧૫૦ મિલિ ટ્રાન્સફોર્મ અને ૧૮૦ મિલિ ડેલીગેટ દવાનો છંટકાવ કરવાની સલાહ આપી. તેનાથી ખેડૂતને ઘણો લાભ થયો. આ દવાઓથી કપાસની ખેતીમાં કીટકો સંપૂર્ણપણે નાશ પામ્યા અને કપાસ પણ ઘણો મુલાયમ ઉતરવા લાગ્યો અને ઉપજ વધવાની સાથે બજારમાં ભાવ પણ સારો મળવા લાગ્યો. ગત વર્ષે વસંતભાઈને તેમના ખેતરમાંથી સરેરાશ કરતા ૪ કિવન્ટલ વધુ કપાસ મળ્યો છે.

વસંતભાઈ પોતાના અનુભવ વિશે જણાવે છે કે, અગાઉ હું મારા કપાસના ખેતરમાં અલગ-અલગ રીતે દવાનો પ્રયોગ કરતો હતો. પરંતુ મોલોમાસી, લીલા તડતડિયા, થ્રિપ્સ વગેરે કીટકો નિયંત્રણમાં આવતા નહોતા. આ કીટકો કપાસના પાંદડાનો રસ ચૂસી લેતા જેનાથી પાંદડા સૂકાઈ જતા હતા. કૃષિ નિષ્ણાતોની વાત માનીને મેં બિયારણના વાવેતરના ૩૦-૩૫ દિવસ બાદ ટ્રાન્સફોર્મ અને ૫૦-૫૫ દિવસ બાદ ડેલિગેટનો છંટકાવ કર્યો. તેનાથી તમામ પ્રકારના કીટકોની અસર બંધ થઈ ગઈ. કપાસના છોડમાં વધુ ડાળીઓ ફૂટવા લાગી અને હરિયાળી પણ વધી ગઈ. છોડને તમામ પ્રકારના પોષણોનો સ્વીકાર કરવાની તાકાત મળી. આ કારણે કપાસના જથ્થા, વજન અને ગુણવત્ત્।ા વધવા લાગી. પહેલા મને એક એકરમાં આશરે ૧૨ કિવન્ટલ કપાસની ઉપજ થતી હતી પરંતુ ગત વર્ષે આ પાક સુરક્ષા દવાઓ વડે પ્રતિ એકર ૧૫-૧૬ કિવન્ટલ ઉપજ મળી. આ વર્ષે પણ તેનો ઉપયોગ કરવાથી સારો પાક થવાની અપેક્ષા છે.યુવા ખેડૂતો પોતાની ખેતીમાં આવનારી સમસ્યાઓને યોગ્ય સમયે યોગ્ય પગલાં ભરીને યશસ્વી સ્વરૂપમાં સામનો કરીને દૂર કરી શકે છે અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહે છે.(૨૩.૩)

 

(11:44 am IST)