ગુજરાત
News of Thursday, 22nd July 2021

વડોદરા:સ્વીટી પટેલ ગુમ થવાનો મામલો: પીઆઇ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી : તમામ કાર્યવાહી બાદ પીઆઈ ફરી ગયા

નાર્કો ટેસ્ટ માટે FSLમાં તમામ તૈયારીઓ પણ પૂર્ણ થયા બાદ છેલ્લીઘડીએ ઇન્કાર કરતા નવો વળાંક

   

વડોદરા PIની પત્ની ગુમ થવાના મામલે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્વીટી પટેલને લઈને 47 દિવસો વીતી ગયા હોવા છતાં પણ કોઈ અતોપત્તો લાગ્યો નથી. તેવામાં આજે સ્વીટીના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરાવવાનો હતો. આ માટે અગાઉ પીઆઈ રબારીએ મંજૂરી પણ આપી દીધી હતી. પણ જેવા જ પીઆઈને FSLમાં લઈ જવામાં આવ્યા ત્યાં જ પીઆઈ ફસડી પડ્યા હતા. અને નાર્કો ટેસ્ટ માટે ના પાડી દીધી હતી.

વડોદરાના પીઆઈ અજય દેસાઈની સ્વીટી પટેલ ગુમ થયાના 47 દિવસો વીતી ગયા છે. આટઆટલાં દિવસો પસાર થઈ ગયા હોવા છતાં પણ પોલીસ આજ સુધી સ્વીટીને શોધી શકી નથી. તેવામાં આજે પીઆઈ અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. નાર્કો ટેસ્ટ માટે FSLમાં તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પણ છેલ્લી ઘડીએ અજયે તરકટ રચીને ટેસ્ટ માટેની ના પાડી દીધી હતી.

નાર્કો ટેસ્ટ પહેલાં કરવામાં આવતી મેડિકલ તપાસ પણ અજય દેસાઈએ કરાવી હતી. પણ અંત ઘડીએ જ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટની ના પાડતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આમ હવે સ્વીટી પટેલ કેસમાં દેસાઈએ નાર્કો ટેસ્ટની ના પાડતા નવો વળાંક આવ્યો છે. જો કે હવે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. અને ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ દેસાઈને શહેર ન છોડવા માટે તાકીદ કરી છે.

(8:44 pm IST)