માલપુર તાલુકાના મેવાડા ગામે પરણિત યુવક સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઇ જતા ગ્રામજનોએ રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડ્યો
માલપુર:તાલુકાના મેવાડા ગામે એક પરણીત યુવક સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઈ જતો ઝડપાતાં ગ્રામજનોમાં ભાલજ રોષ ભભૂકી ઉઠયો હતો અને આ શખ્શ સગીરા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે આ યુવકને માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું.
માલપુર તાલુકાના પરસોડા ગામનો એક પરણીત યુવક મેવાડા ગામની સગીરાને લલચાવી ડુંગરે લઈ જતાં કેટલાક લોકોએ ઝડપી લીધો હતો. આ યુવક આ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે આ શખ્સ વિરૂદ્વ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફૂટી નીકળ્યો હતો અને ગ્રામજનોના કોઈપણ પ્રશ્નનો વિશ્વાસપૂર્વક જવાબ નહી આપી શકનાર આ શંકાસ્પદ વર્તણૂક ધરાવતા યુવકને ટપલી દાવ થયો હતો. અને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આ શખ્સના માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું. આ સજાની ઘટના અને સંવાદ સાથેનો વીડીયો કલીપ સોશીયલ મીડીયામાં વાયરલ થઈ હતી અને વાયરલ થયેલ આ વીડીયોને લઈ પંથકમાં તરહ-તરહની ચર્ચાઓ ઉઠી હતી.
જો કે માલપુર પોલીસ સબ ઈન્સપેકટર એફ.એલ.રાઠોડના જણાવ્યા મુજબ ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. પરંતુ આ પ્રકરણે બંને પક્ષો સગાસંબંધી હોવાથી કોઈ ફરીયાદ નોંધાઈ નથી.