ગુજરાત
News of Thursday, 22nd July 2021

સામાન્ય સ્થિતિના બહેનોના સુહાગની નિશાની જેવા મંગલસૂત્રનો લુટારૂ, બાળ કિશોરીના અપહરણ આરોપી તથા સિનિયર સિટીઝનને એરગન દેખાડી લૂંટનારા ગેંગ સાગરીત ગણત્રીના કલાકોમાં પિંજરે પુરાયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં જાહેરમાં થયેલ પ્રસંશાને સાર્થક કરતી સુરત પોલીસઃ માનવીય અભિગમ આગળ વધી રહ્યું છે : સામાન્ય માનવીના હમદર્દ તરીકેની છાપ ધરાવતા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં એસીપી આર.આર. સરવૈયા ટીમ તથા એસઓજી પીઆઈ આર.એસ. સુવેરા ટીમ દ્વારા સાધારણ માનવીને સુરક્ષાનો અહેસાસ, મહિલાઓમાં નિર્ભરતા, સિનિયર સિટીઝન સારસંભાળ અને બાળક ગુમ થવાના કિસ્સામાં તમામ તાકાત કામે લગાડવાની સીપીની ભાવનાની કદર રૂપ કામગીરી

રાજકોટ તા.૨૨: માનવીય અભિગમ ધરાવતા સુરત પોલીસ કમિશનરનો અભિગમ જોઈ તેમની વિચારધારા સાથે સહમત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર દ્વારા મોટા ગુન્હાઓ સાથે જેમાં સામાન્ય લોકોને ખૂબ મોટી અસર થાય છે તેને ટોપ પ્રાયોરીટી આપી ૨૦૦૭ થી ચેઈન સ્નેચીંગ માટે કુખ્યાત બે શખ્શોને પ્રાથમિક રીતે જ ૮ સોનાના ચેઈન તથા ગરીબ લોકોના સોનાના ચેઈન ખેંચી બાઈક વસાવેલા તે કબ્જે કરતા લોકોમાં હર્ષ ફેલાયો છે.                    

અત્યાર સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના ૩૫ થી વધુ ગૂમ બાળકોનો હેમખેમ પતો લગાડનાર સુરત સીપી તથા ટીમ દ્વારા દાહોદ પંથકમાંથી અપહરણ કરાયેલ બાળ કિશોરીને પણ ક્રાઈમ બ્રાન્ચ માફક એકિટવ એસઓજી મુકત કરાવવામાં આવી છે.સામાન્ય માનવી પ્રત્યે માનવીય અભિગમ ધરાવવા સાથે સુરત ડ્રગ્સ મુકત સાથે ગુન્હાખોરી મુકત રહે તે માટે સતત ઝઝૂમતા પોલીસ કમિશનર અજય કુમાર તોમર,એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં સતત સક્રિય એવા એસીપી આર. આર.સરવૈયા ટીમ દ્વારા એરગન જેવું હથિયાર દેખાડી કાર ચાલકને લૂંટતા શખ્શને ઝડપી લઈ સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરત પોલીસની કામગીરીના જે વખાણ કર્યા છે તેને સાર્થક કર્યા છે.

મધ્યમવર્ગના પરિવારની બેનોના સોનાના ચેઈન અને સુહાગની નિશાની સમાં સોનાના મંગલ સૂત્ર ચોરીના માસ્ટર માઇન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત ખૂલવા પામી છે.

મજકુરની પુછપરછમાં ધવલ દિનેશ પારેખનો ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીના સમયગાળા દરમ્યાન સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા રેલ્વે પો.સ્ટે.માં ચેઇન સ્નેચીંગ, મોબાઈલ ચોરી, વાહન ચોરી તથા લૂંટ જેવા ગુન્હાઓ આચરતા પોલીસમાં પકડાયા બાદ તેમાં રાજકોટ જેલમાં પાસ કાપી સને ૨૦૧૩ની સાલમાં જેલમાંથી મુકત થઈ ત્યારબાદ સુરત રેલ્વેમાં મોબાઈલ ચોરીના ગુનાઓ આચરતા તેમા સને ૨૦૧૫ની સાલમાં પોલીસમાં પકડાઈ જતા ચાર માસ જેટલો સમય જેલમાં રહ્યા બાદ ફરીવાર સરળતાથી રૂપીયા મેળવવા સારૂ સુરત  શહેરમાં ચેઈન સ્નેચીંગના ગુન્હાઓ આચરવાનું નકકી કરી પોતાના સાગરીત રીતેશ ઉર્ફે સોનુ હરીશભાઈ રાણા જે સને ૨૦૦૬ની સાલમાં બે વાહન ચોરીના ગુન્હાઓમાં પકડાઈ ચુકેલ છે. તેની સાથે મળી વાહનોની ચોરી કરી તેના ઉપર ફરી છેલ્લા પાંચ માસના સમયગાળા દરમ્યાન સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેંચીગ ગુનાઓને અંજામ આપેલ હોવાથી હકિકત  અજય કુમાર તોમર,શરદ સિંઘલ ,રાહુલ પટેલ તથા આર. આર.સરવૈયાના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસમા ફરજ બજવનાર એસ.ઓ.જી. આર.એસ. સુવેરા ટીમ દ્વારા દાહોદ પંથકના અપહરણ ગુન્હાના આરોપીને ઝડપી બાળ કિશોરીને મુકત કરાવી હતી. એસઓજીના દામજીભાઈ,ધનજીભાઈ તથા અશોકભાઈ દ્વારા મળેલ બાતમી આધારે આરોપી અનિલને ઝડપી લેવાયેલ.

 સામાન્ય માનવી,બાળકો,મહિલાઓ અને સીનીયર સિટીઝન સુરક્ષા પણ ટોચ પર પોલીસ કમિશનર તથા તેમની ટીમ દ્વારા રખાઈ હોવાથી સુરત ક્રાઈમ અર્થાત ડીટેકશન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એર ગન જેવા હથિયાર દ્વારા ફોર વિલ કાર સિનિયર સિટીઝન પાસેથી લૂટનાર શખ્શને ગણત્રીના કલાકોમાં ઝડપી લીધેલ.

૭૭૧૩ હોન્ડા એમઝ કાર પાર્ક કરેલ જે કારમાં એક સીનીયર સીટીઝન બેઠેલ હોય અને કારની ચાવી અંદર લટકાવેલ હોય જેથી આરોપીએ સીનીયર સીટીઝનને હથીયાર બતાવી કાર ચાલુ કરી ચાલુ કારે તેઓને લાત મારી ફેંકી દઈ કારની લૂટ કર્યાની ઘટના બનેલ હોય જે ગંભીર પ્રકારના ગુનાને ડીટેકટ કરવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી નાઓએ સુચના કરેલ હોય જે અનુશંધાને અધિક પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફીક એન્ડ ક્રાઈમ તેમજ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઈમનાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસ ઈન્સ્પેકટરશ્રી ક્રાઈમ બ્રાંચ નાઓની સુચના હેઠળ ક્રાઈમ બ્રાંચની અલગ- અલગ ટીમોએ વર્ક આઉટ ધરેલ દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનિકલ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે હકિકત મળેલ કે લૂંટ કરેલ કારમાં એક વ્યકિત  છોકરી સાથે મુંબઈ તરફ રવાના થયેલ છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ તરફ રવાના થયેલ હોય અને નવસારી બોરીયાચ ટોલ પ્લાઝાએ આ કારનો નંબર આપી નવસારી પોલીસને જાણ કરેલ આ કાર ત્યાંથી પસાર થવાની છે તેવી હકિક આપતા સદર કાર નવસારી ટોલ- પ્લાઝા પર આવતા ત્યા હાજર પોલીસ તેમજ ટોલ- પ્લાઝાના માણસોએ કારને સાઈડમાં રોકેલ તે દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી ગઈ આરોપી નામે કશય્પ ભાવેશ ભેસાણીયા ઉ.વ.૧૯ રહે- બી ૧૦૫ સરગમ સોસાયટી પુણા ગામ સુરત નાઓને લૂંટ કરેલ કાર તેમજ એર- ગન જેવા હથીયાર સાથે ઝડપી પાડી ઉમરા પોસ્ટે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખી આરોપીનો કબ્જો તેમજ મુદ્દામાલ ઉમરા પોસ્ટે ખાતે કાયદેસર કાર્યવાહી કરવા શરૂ સોંપેલ છે.

(3:57 pm IST)