ગુજરાત
News of Monday, 22nd July 2019

થરાદના મોરથલ ગામની માસુમ બાળાને ઝેરી વીંછી કરડતા મોત

 થરાદ તાલુકાનાં મોરથલ ગામની માળી જીનલબેન શિવાભાઈ (ઉ,વ,4 ) નામની બાળા ઘરનાં આગણામાં રમતી હતી ત્યારે ઝેરી વીંછી કરડતા બૂમાબૂમ કરતા તેમના પરીવાર જનોએ તેને તાત્કાલીક ધાનેરા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી બાળાના શરીરે ઝેરની વધારે અસર થતા મોત થયુ હતુ. હાલમાં ચોમાસાની ઋતુમાં ઘણા ઝેરી જીવજંતુઓ ઠંડક મેળવવા બહાર નીકળતા હોય છે ત્યારે તેવા સંજોગોમાં ખાસ તકેદારી રાખવી જરુરી જણાઈ રહી છે.

(8:48 pm IST)