ગુજરાત
News of Monday, 22nd July 2019

સુરતમાં જૈન યુવતી સ્મૃતિ શાહ સંયમના માર્ગે : દિક્ષા લેતા પહેલાં સચિનની 'ફેરારીમાં સવારી'

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ નૃત્યાંગના રહેલી અને 10 દેશોનો પ્રવાસ કરનાર સ્તુતિ શાહની ફેરારીમાં દિક્ષા મહૂર્તની શોભા યાત્રા

સુરત:શહેરમાં આજે જૈન યુવતી સ્તુતિ શાહની રંગેચંગે દિક્ષા મહૂર્તની શોભાયાત્રા નીકળી હતી. રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ નૃત્યાંગના રહેલી સ્તુતિની દિક્ષા મહૂર્ત માટે નીકળેલી શોભાયાત્રા શહેરમાં ખાસ ચર્ચાનું કેન્દ્ર બની હતી

 . સ્તુતિ શાહે દિક્ષા લેતા પહેલાં ફેરારીમાં શોભા યાત્રા કાઢી હતી. મૂળ સચિન તેંડુલકરે સુરતમાં વેચેલી ફેરારીમાં દિક્ષાની શોભાયાત્રા નીકળતા અનેક લોકોના ટોળા એકઠા થયા હતા. 10 દેશોનો પ્રવાસ કરનારી સ્તુતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ નૃત્યાંગના પણ રહી હતી જોકે, તેણે સંસારના તમામ સુખો ત્યજી અને સંયમનો માર્ગ અપનાવાનું નક્કી કર્યુ છે.

   સંયમના માર્ગે જનારી દીકરીની દિક્ષા મહૂર્ત માટે નીકળનારી શોભાયાત્રા ફેરારીમાં નીકળે તેવી સ્તુતિના પિતાની ઇચ્છા હતી.

સુરતના અગ્રણી વ્યવસાયી અને દિક્ષા લેનારી યુવતીના પિતા સુરેશ શાહે જણાવ્યું હતું કે મેં મારી દીકરીના તમામ શોખ પૂરા કર્યા છે. જ્યારે તે સંસાર છોડીને જઈ રહી છે ત્યારે મારી ઇચ્છા હતી કે ફેરારીમાં તેની શોભાયાત્રા નીકળે. બાકી દીકરીની ઇચ્છા હતી કે બગીમાં તેની શોભાયાત્રા નીકળે.

(1:13 pm IST)