ગુજરાત
News of Monday, 22nd July 2019

સરકારી પ્રા, વિદ્યાર્થીઓએ લેશન નહિ કરતા શિક્ષકે બંગડી પહેરવાની સજા કરી :હોબાળો

મહેસાણાના ખેરાલુના ટીંબલી વાસમાં શાળામાં ત્રણ વિદ્યાર્થીઓને કરી સજા

મહેસાણાના ખેરાલુના ટીંબલી વાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં. 3માં ધો.6માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓએ લેશન ન લાવતા વર્ગ શિક્ષક મનુભાઇ પ્રજાપતિએ બંગડી પહેરવાની સજા કરી હતી. જેને લઇ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો, અને આવી વિચિત્ર સજાની વાલીઓએ ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી.

 

  લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી હતી અને પોતાની સાથે વાલીઓને શાળાએ લઇ જવા નનૈયો ભણ્યો હતો. જેને લઇને વાલીઓ શાળાએ દોડી ગયા હતા અને આચાર્યને ફરિયાદ કરી હંગામો કર્યો હતો.

  આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરતાં તેઓ શાળાએ દોડી ગયા હતા. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા વાલીઓએ શિક્ષક બદલવા માટે ઉગ્ર માગ કરી છે.

(12:30 pm IST)