ગુજરાત
News of Monday, 22nd July 2019

ગુજરાતના જાણીતા પક્ષીવિદ શ્રી લાલસીંગ રાઉલનું ૯૬ વર્ષની વયે રાજપીપળા ખાતે આજે બપોરે થયું દુઃખદ અવસાન

રાજપીપળા : ગુજરાતના જાણિતા પક્ષીવિદ્ લાલસિંહભાઇ રાઓલનું આજે બપોરે નવાપરા, રાજપીપળા ખાતે 96 વર્ષની વયે અવસાન થયું છે. જેના પગલે પક્ષીવિદોમાં શોકની લાગમી ફેલાઇ છે.

લાલસિંહભાઇ રાઓલનું નામ ગુજરાતના જાણિતા પક્ષીવિદોમાં સામેલ છે. તેમણે પક્ષીઓને લગતા અનેક પુસ્તકો લખ્યાં છે. જેમાં પંખીઓની ભાઇબંધી પુસ્તક ખુલ પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક નવા ઉત્સાહી બર્ડ વોચર્સ માટે પ્રેરણા સ્વરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, પક્ષી નિરીક્ષણ માટે તથા પક્ષીઓને ઓળખવામાં મદદરૂપ થાય તેવા સરસ ગુજરાતી પુસ્તકો લાલસિંહભાઇ રાઓલે લખ્યાં છે. જેમાં આસપાસના પંખી-જીવનભરના સાથી, પાણીના સંગાથી-જળ અને જળાશયના પંખીઓ, વીડ, વગડાના પંખી અને વનઉપવનના પંખી સહિત અનેક પુસ્તકો લખ્યાં છે. બધા જ પુસ્તકોમાં પક્ષી ઓળક અંગેના ફિલ્ડમાર્ગ તથા તેમના વસવાટની સુંદર માહિતી તથા પક્ષીનિરીક્ષણ અંગેનીકેટલીક પૂરક માહિતી આપેલી છે.

(11:50 pm IST)