ગુજરાત
News of Sunday, 22nd July 2018

અમદાવાદના રસ્તામાં ઠેર ઠેર મહાકાય ગાબડાં : વાહન ચાલકો અને રાહદારીને હાલાકી : પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી

અમદાવાદ:અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગાબડાં પડ્યા છે અને કોર્પોરેશનના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી છે પહેલા જ વરસાદે  શહેરના રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા શહેરીજનોમાં કચવાટ ફેલાયો છે અને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે

 શહેરના પોશ વિસ્તાર કહેવાતા જજીસ બંગલા વિસ્તારમાં મહાકાય ગાબડું પડ્યું છે શહેરના પ્રહલાદનગર વિસ્તાર શહેરનો પોશ એરિયા કહેવાય છે રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદના હાલ રોડ રસ્તા મામલે બેહાલ થયા છે

(10:53 pm IST)