ગુજરાત
News of Sunday, 22nd July 2018

ગુજરાત યુનિ.ના મહિલા પ્રોફેસર વિજયા યાદવ ઘરે બોલાવી કચરા - પોતા અને રસોઈકામ કરાવતા: M.Philની વિદ્યાર્થીનીએ કરી ફરિયાદ

નાતજાતનો ભેદભાવ રાખીને અન્ય વિદ્યાર્થી સામે ઉતારી પાડવી અને અપમાનિત કરતા હોવાનો પણ આરોપ

અમદાવાદ :ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં ઘેરાઈ છે યુનિ,ના એક મહિલા પ્રોફેસર પીએચડીની વિદ્યાર્થીની પાસે ઘરકામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ ઘરના કચરા-પોતા, રસોઈ અને બાળકોને શાળાએ મુકવા જવા સહિતના કામો કરાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયો છે

  લિનિષા પંડ્યા નામની વિદ્યાર્થીનીએ પ્રોફેસર વિજ્યાબેન યાદવની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. લિનીષા પંડ્યાએ M.Philની પદવી માટે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં એડમીશન લીધું હતું. જ્યાં તેમની સાથે પ્રોફેસર વિજયા બેન દ્વારા તેની સાથે જાતીગત્ત મુદ્દે ભેદભાવ રાખીને તેની પાસે કચરા પોતા સહિતનાં ઘરકામ કરાવતા સમગ્ર યુનિવર્સિટી તંત્રમાં ચકચાર મચી ગઇ છે. 

   આ અંગે પુછવામાં આવતા લિનીષા પંડ્યાના જણાવ્યા અનુસાર હું અનુસૂચિત જાતીમાંથી આવુ છું, મે એમફિલ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું જે સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસર વિજયાબેનના ગાઇડલાઇન હેઠળ પુરૂ કરવાનું હતું. જે દરમિયાન વિજયાબેને મારી સાથે શરૂઆતથી જ નાતજાતનો ભેદભાવ રાખીને મારી પાસે પોતાનાં ઘરનું કામ કરાવતા હતા. આટલુ કરવા છતા પણ તેઓ અન્ય વિદ્યાર્થી સામે મને ઉતારી પાડવી અને મને અપમાનિક કરવા જેવા કામ કરતા હતા. 

  વિદ્યાર્થીનીએ લગાવેલા કથિત આરોપોમાં ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઘરકામથી માંડીને હજી સુધી સંશોધન માટે કોઇ પણ પ્રકારનું માર્ગદર્શન નહી આપવામાં આવ્યું હોવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. તેઓ મારૂ લખાણ ચેક કરવા મને ઘરે બોલાવતા હતા. ત્યાર બાદ હું વાંચુ છુ ત્યા સુધીમાં થોડુ ઘરનું કામ પતાવી દે તેમ કહીને ઘરકામ કરાવતા હતા. તેમના બેંકના કામો, પુત્રને ટ્યુશન મુકવા જવો, શાકભાજી લાવવી જેવા તમામ ઘરકામ મારી પાસે કરાવતા હતા. આટલુ કરવા છતા પણ ગુસ્સે થઇને જાતીગત શબ્દો કહેતા હતા અને અપમાનિત કરતા હતા.

(9:24 pm IST)