ગુજરાત
News of Tuesday, 22nd June 2021

કરજણ તાલુકાના વેમારડીમાં બે વર્ષ પહેલા આપેલ ઉછીના પૈસા પરત ન કરનાર ખેડૂત વેપારી સામે ફરિયાદ

કરજણ:તાલુકાના વેમારડીના ખેડૂતે લીલોડના વપારીને બે વર્ષ પહેલાં ઉછીના આપેલા રૃ.૧.૫૦ લાખ પાછા નહીં આપતાં ખેડૂતે વેપારી સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

કરજણ તાલુકાના વેમારડીના ખેડૂત રાજેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલે લીલોડના હિતેશ નરેન્દ્રભાઈ વાળંદને પૈસાની જરૃર હોવાથી રૃ.૧.૫૦ લાખ ઉછીના વીસ દિવસમાં પાછા આપી દેવાની શરતે આપ્યા હતા ૨૦  દિવસમાં નાણાં પાછા નહીં અપાય તો તેની અવેજમાં લીલોડના મકાનનો ગીરો કરાર કરી આપવાની શરત કરાઈ હતી. 

૨૦ દિવસ બાદ રાજુભાઈએ ઉછીના રૃપિયા પાછા માંગતા હિતેશે આપ્યા હતાં અને વારંવાર વાયદા કર્યા હતા. તા.૧૪મીએ રાજુભાઈએ ફરી પૈસાની માંગણી કરી ત્યારે હિતેશે અચાનક ઉશ્કેરાઈ તારા પૈસા નહિ આપું અને વેચાણ દસ્તાવેજ પણ નહિ કરી આપું રૃપિયા માંગશો તો ચિઠ્ઠીમાં તમારું નામ લખીને મરી જઈશ તેવી ધમકી આપી હતી. પરિણામે ગભરાયેલા રાજુભાઈએ હિતેશ વાળંદ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

(6:23 pm IST)