ગુજરાત
News of Tuesday, 22nd June 2021

હેપ્‍પી બર્થ ડે : ગુજરાત ઉત્તમથી સર્વોતમ તરફ, નીતિન પટેલનું કાર્ય ચોતરફ

નાયબ મુખ્‍યમંત્રીની સિધ્‍ધી અપાર, શુભેચ્‍છા અપરંપાર

રાજકોટ : રાજ્‍ય સરકારમાં મહત્‍વના મંત્રાલયો સાથે નાયબ મુખ્‍યમંત્રી તરીકે કાર્યરત શ્રી નીતિન પટેલનો જન્‍મ તા. ૨૨ જૂન ૧૯૫૬ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષના પંથે ગૌરવભેર પ્રયાણ કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોતમ તરફ છે અને તેમના કાર્યની સૌરભ ચોતરફ છે. વર્તમાન મંત્રી મંડળમાં સૌથી વધુ અનુભવી હોવાનું માન તેમને મળે છે. સરકારના સાથી સારથી અને પાર્ટીના મહારથી અન્‍યથી અનોખુ વ્‍યકિતત્‍વ ધરાવે છે.

ભાજપના આભૂષણ સમાન, શ્રી નીતિન પટેલ નાણા, આરોગ્‍ય, માર્ગ, મકાન, નર્મદા, પાટનગર વગેરે મંત્રાલયો સંભાળી રહ્યા છે. કારકીર્દિના પ્રારંભે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્‍યા છે. ધારાસભ્‍ય તરીકે પાંચમી વખત ચૂંટાયા છે. રાજકીય, સામાજિક, સહકારી વગેરે ક્ષેત્રે તેમનુ મહત્‍વનું યોગદાન છે. વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની તેમની વિશેષ આવડત છે. હાલ કોરોના સામેની મજબુત લડતમાં આરોગ્‍ય વિભાગના સુકાની તરીકે તેઓ મોખરે છે. તેઓ વિધાનસભામાં નાણામંત્રી તરીકે ૮ વખત બજેટ રજુ કરી ચૂકયા છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં માને છે. ઉમદા જનપ્રતિનિધિ આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૦૮

મો. ૯૯૭૮૪ ૦૫૩૧૩. ગાંધીનગર

(10:26 am IST)