સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે તળાવમાં ચાલતું ગેર કાયદે રેતી ખાનનું કૌભાંડ પોલીસે બાતમીના આધારે ઝડપ્યું
મહેસાણા:સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના તળાવમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યાની પાટણ ખાણ-ખનીજને માહિતી મળતાં ઓચિંતી તપાસ હાથ ધરતાં કોઈપણ જાતની પરમીશન વગર તળાવમાં ખોદકામ થઈ રહ્યું હતુ. તેમજ ચાર ડમ્પર અને એક હિટાચી મશીન પણ મળી આવતાં તમામ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે માઈનોર કેનાલની બાજુમાં તળાવમાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ખાણ-ખનીજ વિભાગની ટીમને મળી હતી. જે ફરિયાદ મુજબ ખાણ ખનીજની ટીમે તપાસ કરતાં તળાવમાં પરમિશન વગર ખોદકામ ચાલી રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના નેદ્રા ગામના સરપંચ સહિત તલાટી શંકાના દાયરામાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે તે તળાવમાંતી ખોદકામ કરી રહેલા હિટાચી મશીન સહિત ચાર ડમ્પરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.