ગુજરાત
News of Saturday, 22nd June 2019

નવસારી ગણદેવી પાસે દારૂની ૪ર૦ બોટલ ભરેલી કાર કબ્જે

નવસારી એલસીબી પોલીસે કારનો પીછો કરી કારને પકડી પાડી

રાજકોટ તા. રરઃ નવસારી જીલ્લામાં વિદેશી દારૂની પ્રવૃતિ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એસ. જી. રાણા તથા એલસીબીના પી.આઇ. વી. એસ. પલાસની સુચનાથી એલસીબીના પીએસઆઇ એમ. જી. જોષી, હેડ કોન્સ. નિલેષભાઇ, ઉમેશભાઇ, લલીતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નિલેષભાઇ અને લલીતભાઇને એક કે એ ૦૪-એમઆર-પપર૪ નંબરની કાર સેલવાસથી દારૂનો જથ્થો ભરી નીકળેલ છે તેવી બાતમી મળતા સ્ટાફ સાથે સીસોદ્રા ઓવરબ્રીજ મુંબઇથી અમદાવાદ જતા રોડ પર વોચમાં હતા ત્યારે કેએ-૪૦-એમઆર-પપર૪ નંબરની કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ઉભી ન રાખતા પોલીસે તેનો પીછો કરી ગણદેવીથી નવસારી જતા રોડ પર કાર ચાલક સહિત બે શખ્સો કાર રેઢીમુકી ભાગી ગયા હતા. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી રૂ. ૯ર,૬૪૦ ની કિંમતની દારૂની ૪ર૦ બોટલ મળી આવતા કાર સહિત રૂ. પ,૯ર,૬૪૦નો મુદ્દામાલ કમબજે કરી કાર ચાલક સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:44 pm IST)