ગુજરાત
News of Friday, 22nd June 2018

ભાજપના સાંસદ વસાવાએ કહ્યું ભૂતિયા કનેક્શન શોધવા નીકળેલા અધિકારીઓ વિકૃત અને નકામાં

અધિકારીઓના કારણે ઉદ્યોગકારોને સહન કરવાનો વારો આવે છે

ભરૂચ :ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર GIDCમાં ભૂતિયા કનેક્શનને શોધવા નિકળેલા અઘિકારીઓ મુદ્દે બફાટ કરતા કહ્યું હતું કે આવા વિકૃત માનસિકતા ધરાવતા નકામાં અધિકારીઓના કારણે ઉદ્યોગકારોને સહન કરવાનો વારો આવે છે વસાવાનો વિરોધ હતો કે ખોદકામ કરવાથી, ક્લોઝર કાર્યવાહી કરવાથી GIDCમાં ભૂતિયા કનેક્શન ના મળે. મનસુખ વસાવાએ ત્યાં સુધી કહ્યું કે તેમનો વિરોધ સરકાર સામે નથી. વડાપ્રધાન મોદી સામે નથી, પણ બની બેઠેલા અધિકારીઓની વિકૃત માનસિકતા સામે છે.

 જીઆઈડીસીના ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

  વિવાદિત નિવેદનો માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ દારૂડિયા શિક્ષકો બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

  મનસુખ વસાવાના નિવેદનોએ ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. વિવાદિત નિવેદનો માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકો ઉપર દારૂડિયા અને અને જુગારીયા હોવાની ટિપ્પણી બાદ હવે ઉદ્યોગ જગતને લગતા વળગતા અધિકારીઓને વિકૃત માનસિકતાવાળા ગણાવ્યા છે.

 અંકલેશ્વરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રાસંગિક ઉદ્બોધનમાં મનસુખ વસાવાએ અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, જીઆઈડીસીમાં સરકાર મોદી સાહેબની માસિકતા સારી છે, જામેલા વિકૃત મગજના અધિકારીઓ હેરાન કરવાની વૃત્તિ કરી રહ્યા છે. આપણે કર્મ કરો ફળ મળવાનું જ છે. રાજ્ય અને ભારત સરકારનો કોઈને રંજાડવાનો આશય નથી હોતો પરંતુ આવા નકામા અધિકારીઓને કારણે સરકારે સહન કેવું પડે છે, હું સાચુજ બોલું છું.

 

(11:52 pm IST)