ગુજરાત
News of Friday, 22nd June 2018

વડોદરામાં સિક્કા મારવા માટે 200ની લાંચ લેનાર તલાટી સહીત બેને કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી

વડોદરા:શૌચાલય બનાવવાના અરજી ફોર્મમાં સહી સિક્કા મારવા માટે રૃા.૨૦૦ની લાંચ લેતા ઝડપાયેલા સંતરામપુર તાલુકાના ડોળી ગ્રામ પંચાયતના તલાટી તેમજ તેના મળતીયા સામેનો કેસ મહીસાગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને લાંચીયા શખ્સોને દસ વર્ષની સખત કેદની સજા તેમજ બે-બે હજાર રૃપિયા દંડ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ડોળી ગામમાં રહેતા રાજેશભાઇ પ્રતાપભાઇ રજાતને નિર્મળ ભારત અભિયાન-નિર્મળ ગુજરાત અંતર્ગત વ્યક્તિગત શૌચાલય બનાવવાનું હોવાથી તે માટેના અરજી ફોર્મમાં સહી સિક્કા કરાવવા માટે તેઓ ગામના તલાટી મહેન્દ્રસિંહ ભારતસિંહ પાંડોર (રહે.નવાગામ તા.મોરવાહડફ, જિ.પંચમહાલ)નો સંપર્ક કરતા તલાટીએ સહી સિક્કા કરવા માટે રૃા.૨૦૦ની લાંચ માંગી હતી. આ અંગે રાજેશભાઇ રજાતે તા.૧૦ જુલાઇ ૨૦૧૪ના રોજ પંચમહાલ એસીબીમાં ફરિયાદ આપતા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યુ હતું.

(6:28 pm IST)