ગુજરાત
News of Friday, 22nd June 2018

ઉમરેઠમાં જાહેરમાં જુગાર રમતા એક શખ્સની ધરપકડ: ચાર ફરાર

ઉમરેઠ:શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલા તળાવ ઉપર ગઈકાલે રાત્રીના સુમારે પોલીસે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ગઈકાલે ઉમરેઠ પોલીસને હકીકત મળી હતી કે, કેટલાક શખ્સો એકત્ર થઈને તળાવ ઉપર જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે દરોડો પાડતાં મહંમદસાહીદ આરીફહુસેન કુરેશી ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે આરીફખાન સીકંદરખાન ચૌહાણ, સદામ પઠાણ, જાકીર કુરેશી તથા જીણાભાઈ ગુલામભાઈ કુરેશી ફરાર થઈ જવા પામ્યા હતા. પોલીસે મહંમદસાહીદની અંગજડતીમાંથી રોકડા ૫૦ તથા દાવ પરથી ૭૦૦ મળીને કુલ ૭૫૦ની રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(6:25 pm IST)