ગુજરાત
News of Friday, 22nd June 2018

આંકલાવ તાલુકાના કહાનવાડીમાં રાત્રીના સુમારે ભાવ બાબતે ગ્રાહકને લોખંડની પાઇપ ફટકારી

આંકલાવ:તાલુકાના કહાનવાડી ગામે ગઈકાલે રાત્રીના સુમારે ભાથીજી મંદિરની વિધિ માટે વસ્તુ લેવા ગયેલા ગ્રાહકે વધારે ભાવ હોવાની રકઝક કરતાં જ દુકાન માલિક તેના બે પુત્રોએ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અરવિંદભાઈ છગનભાઈ પરમાર ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે રમણભાઈ સામંતભાઈ પઢીયારની દુકાને ભાથીજી મંદિરની વિધિ કરવાની હોય સામાન લેવા માટે ગયા હતા જ્યાં ૬૦૦ રૂપિયાની માંગણી કરતા અરવિંદભાઈએ ૪૦૦ રૂપિયા આપ્યા હતા જેથી વસ્તુઓ ના આપતાં ઝઘડો થયો હતો. 

રમણભાઈ લોખંડની પાઈપ લઈ આવ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ખભાના ભાગે પાઈપ ફટકારી દીધી હતી. જ્યારે તેમના બે પુત્રો કમલેસ અને શૈલેષે પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:25 pm IST)