ગુજરાત
News of Friday, 22nd June 2018

સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા કોટડા રોડ પર જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ૩ યુવકોના મોત

સાબરકાંઠાઃ સાબરકાંઠાના પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સાંબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયાથી કોટડા રોડ પર એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતા જ ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)