ગુજરાત
News of Friday, 22nd June 2018

વડોદરાના સાવલીના દીપપુરમાં નદીમાંથી રેતી કાઢતી વેળાએ ભેખડ ઘસી પડતા ચાર લોકોના મોત

દબાયેલા ચાર પૈકી બે લોકોના સાવલી હોસ્પિટલમાં અને બે લોકોના કાલોલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

 

વડોદરા સાવલીના દીપપુરા ગામે નદીમાંથી રેતી કાઢતા સમયે ભેખડ ઘસી પડતા દબાયેલા 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બે વ્યક્તિઓના સારવાર દરમિયાન સાવલી દવાખાનામાં મોત નિપજયા હતા. જ્યારે બેના કાલોલની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

(12:03 am IST)