ગુજરાત
News of Sunday, 22nd May 2022

મોટા હેડવા ગામમાં પિતાની પુણ્યતિથિએ રક્તદાન શિબીર યોજી પુત્રએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

 રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા હેડવા ગામે રહેતા નીતિન વસાવાના પિતા સ્વ.ધનસુખ વીરસીંગ વસાવાની વાર્ષિક પૂર્ણય તિથિ નિમિત્તે તેમના ગામ મોટા હેડવા ખાતે પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિમાં તેમના પુત્ર નિતિન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સ્વજનો મિત્રો, ગામલોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સેવાકાર્ય કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના સ્વજનની યાદમાં સ્વજનના નિધન બાદ વાર્ષિક પુણ્યતિથિએ ભજન કે  પૂજા વિધિ કરી પ્રસાદી કરતા હોય છે પરંતુ આ કિસ્સામાં પોતાના પિતાજીની યાદમાં પુત્ર નિતીને નર્મદા જિલ્લામાં લોહીની ઘણી અછત હોય લોકોના જીવ બચાવી શકે એ માટે લોહી મળી રહે એ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી તમામ લોકો માટે એક પ્રેરણારૂપ બન્યા હતા ત્યારે લોકોએ આ કામગીરીની સરાહના કરી હતી

(10:42 pm IST)