ગુજરાત
News of Sunday, 22nd May 2022

વડોદરામાં ૯ કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૧૫ નવા કેસ નોંધાયા:વધુ ૨૬ દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ ૧૨.૧૩.૭૭૬ લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ ૫.૨૭.૫૦૭ લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં ૧૮૮ કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ ૨૬ દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ ૧૨.૧૩.૭૭૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ ૫.૨૭.૫૦૭ લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૯૨.૭૦.૩૩૬, લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ ૧૮૮ એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં ૩ દર્દી વેન્ટિલેટર પર છે,અને ૧૮૫ દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા ૧૫ કેસમાં  વડોદરા કોર્પોરેશનમાં ૯ કેસ .અમદાવાદ શહેરમાં ૫  કેસ, અને વલસાડમાં ૧ કેસ નોંધાયો  છે

(7:21 pm IST)