ગુજરાત
News of Wednesday, 22nd May 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝડ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં સમાવેશ

182 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ

 

અમદાવાદ : વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં સમાવેશ થયો છે જેની સત્તાવાર જાહેરાત વર્લ્ડ આર્કિટેક્ચરની વેબસાઇટ પર કરવામાં આવી છે.

  વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝનાં જણાવ્યાં પ્રમાણે કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય. સાથે સાથે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ

 . સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે પ્રયટન સ્થળ બનાવાયું હોવાથી વર્ષે અંદાજે 15000 લોકોને રોજગારી પણ મળે છે. એક દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ હતી.

તેમણે જણાવ્યું છે કે મુલાકાતીઓ માટે વ્યૂઇંગ ગેલેરી પણ છે. જ્યાંથી સરદાર સરોવર ડેમ અને આસપાસનું સુંદર વાતાવરણ જોવા મળે છે. ગેલેરીમાં એકસાથે 200 લોકો એકસાથે નજારો મેળવી શકે છે. માત્ર પાંચ મહિનામાં 1.5 મિલિયન મુલાકાતીઓએ અહીંની મુલાકાત લીધી છે

(10:19 pm IST)