ગુજરાત
News of Wednesday, 22nd May 2019

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીનો ભેદ ઉકેલ્યો : આરોપી નિર્ણંયનગર ગરનાળા પાસેથી ઝડપાયો : 10 વાહનો કબ્જે કર્યા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 10 વાહનો કબજે કર્યા છે. અંદાજે 11 વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરમાંથી વાહન ચોરનાર શખ્સને નિર્ણયનગર ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી TVS જ્યુપીટર, મોબાઈલ ફોન અને કેમેરા કબજે કર્યા છે. તમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા 9 વાહનો મળીને કુલ 2,88,000ની કિમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પાંચ મહિના પહેલા વાડજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી કરવાની કોશિશમાં પકડાયેલો હતો.

(2:08 pm IST)